અમદાવાદ, તા.૦૮
સાબરકાંઠાના ઢુંઢર ગામમાં ૧૪ મહિનાની બાળકી પર બિહારના રવીન્દ્ર ગાંડે નામના વ્યક્તિએ દુષ્કર્મ આચરતા પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. બાળકી પર થયેલ આ દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. આ ઘટનાના પગલે રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની પણ અનેક ઘટના બની છે. જેના પગલે ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા અત્યાચારની સામે આવેલ ઘટનાઓએ હવે બીજા રાજ્યમાંથી ગુજરાત આવેલા લોકોને તેમના વતન જવા મજબુર બનાવી દીધા છે. જેમાં અમદાવાદના મેઘાણીનગર અને ન્યુ રાણીપમાં વસતા અસંખ્ય પરપ્રાંતિયોએ તેમના વતન ભણી વાટ પકડી છે. આ દ્રશ્યોએ માણસની મજબુરી દર્શાવે છે. આ દ્રશ્યોએ માણસના જીવનમાં આવેલી અણધારી આફતને દર્શાવે છે. કારણકે અહીં દરેક લોકોની આંખમાં મજબુરી અને દયા દ્રશ્યમાન થાય છે. આ શબ્દો અહીં જાવા મળતા એ દરેક લોકોને ડંખી રહ્યા છે જેઓએ તેમના ઘર બહાર નોકરી ધંધા માલ મિલકત એમ કહીએ કે સર્વસ્વ મુકીને પોતાના મૂળ વતન ભણી ભાગવુ પડી રહ્યુ છે બસમાં જગ્યા નથી પણ જિંદગીથી વિશેષ કંઈ નથી તેવુ ધારીને જેમ તેમ કરીને આ લોકો બસમાં પૂરાઈ રહ્યા છે. જે લોકોને બસમાં બેઠક મળી ગઈ છે તેઓ બારીમાંથી બહાર જાઈ રહ્યા છે. તેમની આંખોમાં એ કરુણા છે કે તેમને તેમનુ ઘર તેમની કર્મભૂમિને છોડવી પડી રહી છે. ગુજરાતમાં જે રીતે પરપ્રાંતિયો પર હુમલા થઈ રહ્યા છે તે હુમલાના ડરથી ઉચ્ચક જીવે બીજા રાજ્યમાં ગુજરાતમાં આવીને વસેલા ગુજરાતને પોતાનુ ગુજરાત સમજીને અહીં ગુજરાન ચલાવવા આ લોકોને મજબુર થઈને પરત ફરવુ પડી રહ્યુ
છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



