અલનીનો ઈફેક્ટ : આવતા ઉનાળામાં ગરમી માઝા મૂકશે : આઈએમડીની ચેતવણી

0
6

ન્યુ દિલ્હી,તા.૨૪
શિયાળાની સિઝન અડધી પૂરી થવા આવી છે છતાં હજુ સુધી ઠંડીની મજા લોકો માણી શકે તેટલી હદે લઘુત્તમ તાપમાન નીચું ઉતર્યું નથી ત્યાં આગામી વર્ષે ૨૦૧૯માં ઉનાળો વધુ આકરો રહેશે અને અલનીનો ઈફેક્ટને કારણે ગરમી ગાભા કાઢશે તેવી ચેતવણી ઈન્ડીયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) દ્વારા આપવામાં આવી છે.
આઈએમડીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી-૨૦૧૯થી અલનીનો સાઉથધર્ન ઓસીલેસન (ઈએનએસઓ) એટલે કે અલનીનોના કારણે પેસીફીક મહાસાગરના પૂર્વ તરફના હિસ્સામાં દરિયાની સપાટીમાં પવનની ગતિ અને તાપમાનમાં અસર જાવા મળશે. અલનીનોની આ અસર ૨૦૧૯ના ચોમાસામાં કેવી પડશે તે કહેવાનું અત્યારે ઘણું વહેલી થશે પરંતુ અલનીનોને કારણે ચોમાસાને વિપક્ષે પડતો હોય છે તે સ્વાભાવિક છે. અધુરામાં પૂરું આ વખતે અલનીનોની ઈફેક્ટ ફેબ્રુઆરીથી શરૂ થશે અને જૂલાઈ સુધી ચાલું રહેશે તેમ જણાઈ રહ્યું છે. સામાન્ય રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત મે માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થતી હોય છે અને જૂલાઈ માસમાં ચોમાસું તેના અંતિમ ચરણમાં પહોંચી જતું હોય છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટ્રોપીકલ મેટ્રોલોજી (આઈઆઈટીએમ) એક વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ અલનીનોની અસરના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાનનો પારો સરેરાશથી ઉંચો રહેશે અને હિટવેવની ઘટનાઓનું પ્રમાણ પણ વધી જશે. ફેબ્રુઆરીથી શરૂ થતી અલનીનોની અસર લાંબા સમય સુધી ચાલું રહેશે અને તે ૨૦૧૯ના ચોમાસા માટે ફેવરેબલ ગણાતી નથી. આ ઉપરાંત ૨૦૧૯ના ઉનાળામાં પણ મહત્તમ તાપમાનનો પારો ઉંચકાશે અને કાળજાળ ગરમીનો દોર લોકોને અનુભવવો પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY