પૂર્વ વડાપ્રધાન અટલજીના પરિવારે તમામ સરકારી સુવિધાઓ ફગાવી

0
5

ન્યુ દિલ્હી,તા.૨૪
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને દિવંગત બીજેપી નેતા અટલ બિહારી વાજયેપીના પરિવારે કોઈપણ પ્રકારની સરકારી સુવિધાઓ લેવાથી ઈનકાર કરી દીધો છે. તેમના પરિવારનું કહેવું છે કે તે લોકો પોતાનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ છે અને સરકારી ખજાના પર વધારાનો બોજા નાખવા નથી ઈચ્છતા.
અટલની ફેમિલીમાં તેમની દત્તક પુત્રી નમિતા, જમાઈ રંજન ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારિકા સહિત કેટલાક અન્ય સદસ્યો શામેલ છે. મીડિયા રિપોટ્ર્‌સ મુજબ અટલના પરિવાજનોએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર લખીને પોતાના નિર્ણય વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે તેમને સરકાર તરફથી મળનારી સુવિધાઓની જરુર નથી.
ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રીઓના પરિવારને મફત આવાસ, મફત ચિકિત્સા, સરકારી સ્ટાફ, પ્રાઈવેટ વિમાન ટિકીટ, ટ્રેનમાં ફ્રી યાત્રા અને એસપીજી સરક્ષા સહિત અન્ય સુવિધાઓ મળે છે.
જણાવી દઈએ કે વાજપેયીનો પરિવાર તેમની સાથે જ રાજધાની દિલ્હીના લુટિયંસ જાનના કૃષ્ણ મેનન માર્ગ પર સ્થિત સરકારી આવાસમાં રહેતો હતો. જાકે તેમણે આ આવાસ છોડીને જવાનો નિર્ણય કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY