સીલ કરેલી સંપત્તિના સીલ તોડવા મામલે સુપ્રિમે મનોજ તિવારીને સમન પાઠવ્યું

0
48

ન્યુ દિલ્હી,તા.૧૯
દિલ્હીમાં સીલ કરેલી સંપત્તિના સીલ તોડવા મામલે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીની મુશ્કેલીમાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે મનોજ તિવારીને સિલિંગ તોડવા મામલે સમન પાઠવ્યું છે. સુપ્રીમ કોર્ટે આગામી ૨૫મી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. કોર્ટમાં સુનાવણી દરમ્યાન મોનિટરિંગ સમિતિએ કહ્યું કે, મનોજ તિવારી વિરૂદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવો જોઈએ.
મનોજ તિવારીએ સિલ તોડીને કોર્ટની અવમાનના કરી છે. મંગળવારે મનોજ તિવારી વિરૂદ્ધ દિલ્હીના ગોકલપુરી પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદ એમસીડીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. ૧૬ સપ્ટેમ્બરના રોજ મનોજ તિવારીએ ગોકલપુરી વિસ્તારમાં આવેલા એક મકાનનું સીલ તોડ્યુ હતું. આ સીલ દિલ્હી નગર નિગમ દ્વારા લગાવવામાં આવ્યુ હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY