સુનામી-ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીનો કહેર : લોકો ત્રાહિમામ્‌

0
6

જકાર્તા,તા.૩
ગત સપ્તાહે આવેલા ભયાનક ભૂકંપ અને સુનામીથી પસ્ત પજેવા ઇન્ડોનેશિયામાં બુધવારે જ્વાળામુખી વિસ્ફોટ થયો. આ વિસ્ફોટે લોકોની પરેશાની વધારી દીધી છે.
ગત સપ્તાહે અહીંયા ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી છે. મૃત લોકોને નિકાળવા અને ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે મોટા પાયે રાહત અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે પાલૂના ઉત્તર પશ્વિમ ભાગમાં જ્વાળામુખી વિસ્ફોટના કારણે રાહત અભિયાનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇન્ડોનેશિયાના આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓનું કહેવું છે કે બુધવારે ઉત્તર સુલાવેસીમાં માઉન્ટ સોપુતન જ્વાળામુખી ફાટી ગયો. મીડિયા રિપોર્ટોમાં આવેલી આ ઘટનાના ફોટામાં સ્પષ્ટ જાઇ શકાય છે કે જ્વાળામુખીની જ્વાળા કેટલી ઊંચી ઊઠી રહી છે. ઘુમાડાના ગોટેગોટા ૪ હજાર મીટર સુધી ઊઠવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY