ન્યુ દિલ્હી,તા.૩
મેટરનિટી લીવ મતલબ કે માતૃત્વ અવકાશથી કંપનીઓ પર પડનારા વધારાના બોજની ભરપાઈ સરકાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર એક એવો કોર્પસ (કોર્ષ) બનાવી શકે છે જેના દ્વારા કંપનીઓને આર્થિક મદદ આપવામાં આવશે.
તાજેતરના જ એક સર્વે અનુસાર માતૃત્વ અવકાશ ૧૨ સપ્તાહથી વધારીને ૨૬ સપ્તાહ કરવા પર કંપનીઓમાં મહિલાઓની ભરતી ઓછી કરવાનું શરૂ કરી દેવાયું હતું. કંપનીઓનો દાવો છે કે મહિલા કર્મચારીઓની ભરતી અને રજાની સમયમર્યાદા વધારવાથી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે તમામ હિતધારકો સાથે મુલાકાત કરી કંપનીઓ પર પડનારા વધારાના બોજના તાજા આંકડા મગાવ્યા છે. એ આધાર પર પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે કે કંપનીઓને મદદ કઈ રીતે કરવામાં આવે.
સરકારે કંપનીઓમાં મહિલા કર્મીઓના વ્યવહાર અને ખર્ચમાં ફરકની જાણકારી માગી છે. ઈપીએફઓ પાસેથી પણ માતૃત્વ અવકાશના નવા કાયદા બાદ મહિલાઓની નોકરીમાં થયેલા ઘટાડાના આંકડા માગવામાં આવ્યા છે. તેને જાયા બાદ જ સરકાર એ કંપનીઓ અને સેક્ટરની ઓળખ કરશો જ્યાં તેની અસર સૌથી વધુ પડી રહી હોય. એ હિસાબથી મદદની ફોમ્ર્યુલા તૈયાર કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં નાની અને મધ્યમ કંપનીઓને ફાયદો આપવામાં આવી શકે છે જ્યાં સૌથી વધુ અસરની આશંકા છે. સમીક્ષા બાદ સ્કીમને તમામ કંપનીઓ માટે લાગુ કરવામાં આવશે. પોતાના આકલન બાદ શ્રમ મંત્રાલય કોષ માટે જરૂરી ખર્ચનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




