ઈન્ટરપોલના પૂર્વ ચીફની પત્નીને ફોન પર મળી મારી નાંખવાની ધમકી

0
9

પેરિસ,તા.૧૦
ઇન્ટરપોલના ભૂતપૂર્વ ચીફ મેંગ હોંગવેઇની પત્ની ગ્રેસ મેંગે પોતાનો અને બાળકોનો જીવ જાખમમાં હોવાનું જણાવ્યું છે. ગ્રેસના જણાવ્યા અનુસાર, તેના પતિ મેંગ ગુમ થયા બાદ એક અજાણ્યા વ્યકિતએ તેને કોલ કરીને કહ્યું કે, બે ટીમો ગ્રેસ અને તેના ટ્‌વીન બાળકોને મારવા આવી રહી છે.
અમેરિકન ન્યૂઝ વેબસાઇટ અનુસાર, ગ્રેસ હાલ ફ્રાન્સમાં તેના જાડીયા બાળકો (૭ વર્ષ) સાથે એકલી છે. તેણે અત્યાર સુધી તેના બાળકોને એ પણ નથી જણાવ્યું કે, તેઓના પિતા સાથે શું થયું છે. ગ્રેસે બંને બાળકોને ૧૦ દિવસથી સમાચારપત્રો અને ટીવીથી દૂર રાખ્યા છે.
ગ્રેસના જણાવ્યા અનુસાર, બાળકો તેને રડી રડીને વારંવાર સવાલો પૂછે છ. એવામાં ઠંડીના કારણે તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને તેને શાંત કરે છે. આ સિવાય બાળકોને પોતાના ફોનથી પણ દૂર રાખે છે, જેથી તેઓને કોઇ પ્રકારની તકલીફ ના થાય.
ઇન્ટરપોલના ભૂતપૂર્વ ચીફની પત્નીએ જણાવ્યું કે, ચીનની કોમર્સ એમ્બેસીથી તેઓને વારંવાર કોલ આવી રહ્યા છે. ગ્રેસને મળવાનું કહી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY