ન્યુ દિલ્હી,તા.૩૧
IRCTC કૌભાંડ લાલુને વારંટ,રાબડી-તેજસ્વી સહિત ૧૪ આરોપીઓને જામીન ટેન્ડર ગોટાળા મામલામાં દિલ્હીની પટિયાલાહાઉસ કોર્ટે શુક્રવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિત ૧૪ આરોપીઓને જામીન આપી દીધી. તમામને એક લાઅ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા. બીજી તરફ, લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધ વોરેન્ટ જાહેર કર્યું અને તેમને ૬ ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર થવા કહ્યું.
સીબીઆઈના દસ્તાવેજા મુજબ, લાલુ યાદવ જ્યારે રેલ મંત્રીના પદ પર હતા ત્યારે તેમણે ૨૦૦૫-૦૬માં કોચર બંધુઓ (સુજાતા હોટલના નિદેશક વિનય કોચર-વિજય કોચર)ને IRCTC ની બે હોટલ (રાંચી, પુરી) લીઝ પર અપાવી. તેના બદલે પટનામાં ૩ એકર જમીન લીધી. કોચર બંધુઓએ આ જમીન સરલા ગુપ્તાની કંપનીને વેચી. બાદમાં આ કંપનીનો માલિકી હક રાબડી અને તેજસ્વીની કંપનીની પાસે આવી ગયો. આ જમીન પર પટનામાં એક મોલ બની રહ્યો છે.
લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, પીકે ગોયલ (પૂર્વ એમડી, આઈઆરસીટીસી), સુજાતા હોટલના નિર્દેશક વિનય કોચર-વિજય કોચર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તાની પત્ની સરલા ગુપ્તા, વિક્રમજીત સિંહ અહલુવાલિયા, બીકે અગર્વાલ, વીકે અસ્થાના, આરકે ગોગિયા (દરેક આઈઆરસીટીસીના તે સમયના ગ્રૂપ જનરલ મેનેજર), રમેશ સક્સેના (આઈઆરસીટીસીના તે સમયના નિર્દેશક), મેસર્સ લારા પ્રોજેક્ટ, ડિલાઈટ માર્કેટિંગ કંપની પ્રાઈવેટ લિમિટેનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




