ઈસરો ટૂંક સમયમાં અંતરિક્ષ વિજ્ઞાપન ટીવી ચેનલ લોન્ચ કરશે

0
23

ન્યુ દિલ્હી,તા.૧૪
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન ટુંક સમયમાં એક ટીવી ચેનલ લોન્ચ કરશે જે સંપૂર્ણ રીતે અંતરિક્ષ અને વિજ્ઞાનને સમર્પિત હશે. ઈસરોની આ ટીવી ચેનલ હિન્દી-અંગ્રેજી સહિત ઘણી સ્થાનીક ભાષાઓમાં પ્રસારિત થશે ના અધ્યક્ષ કે.સિવાને આ મામલે જાણકારી આપી હતી.
તેઓએ જણાવ્યુ હતુ કે આવતા ૩-૪ મહિનાઓમાં એક ટીવી ચેનલ લોન્ચ કરવામાં આવશે, જેથી ભારતના ગ્રામિણ વિસ્તારો સુધી વિજ્ઞાપણ અને અંતરિક્ષની વાતોને એક કાર્યક્રમ મારફતે પહોંચાડી શકાય. કહેવામાં આવે છે કે ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક અને ઈસરોના પહેલા અધ્યક્ષ વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દીએ ચેનલ લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના દિવસો થયો હતો.
વધુમાં તેઓ જણાવતા કહ્યું હતુ કે ભારતીય અંતરિક્ષ મિશનની જાણકારીઓ સામાન્ય લોકો સુધી નથી પહોંચી શકતી. આ ચેનલના માધ્યમથી ઈસરો જાગૃતિ ફેલાવશે અને બાળકોમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રતિ રૂચિ ઉત્પન્ન કરવાનું રહેશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY