ન્યુ દિલ્હી,તા.૧૪
સાડા તેર હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં ભારત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ ભારતને દગો આપીને એન્ટીગુઆની નાગરિકતા લઇ લીધી છે, હવે આ નાગરિકત ભારત માટે તકલીફ ઉભી થઇ છે.
ભારતે એન્ટીગુઆ પાસે ત્રણ માગ રાખી હતી. તેનું પ્રત્યાર્પણ કરવા, ધરપકડ અને પાસપોર્ટ રદ કરવા કહ્યું હતું પરંતુ એન્ટીગુઆએ ભારતની ત્રણેય માગનો અસ્વીકાર કર્યો છે.
એન્ટીગુઆ સરકારે મેહુલ ચોક્સીને ભારત મોકલવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. એટલું જ નહીં, એન્ટીગુઆ સરકારે મેહુલની ધરપકડ કરવાનો પણ ઇન્કાર કરી દીધો છે. એન્ટીગુઆ તેનો પાસપોર્ટ પણ રદ કરવા માટે તૈયાર નથી.
એન્ટીગુઆ સરકારે કહ્યું કે, તેનો કાયદો ચોક્સીની રક્ષા કરે છે કારણ કે નિયમોના અનુસાર નાગરિક્તા આવી છે. જા કે, ન તો તેનો પાસપોર્ટ રદ્ કરી શકાય છે અને ન તો તેનું પ્રત્યાર્પણ કરી શકાય છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




