ન્યુયોર્ક,તા.૨૭
પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં જેક સ્પેરોની મુખ્ય ભૂમિકાથી લોકપ્રિય બનનાર એક્ટર જાની ડેપને આ ફ્રેન્ચાઈજીમાંથી બહાર કરી દીધો છે. જાની ડેપ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન સાથે છેલ્લા ૧૫ વર્ષોથી જાડાયેલા હતા. જાની ડેપ આ સીરીઝની પાંચેય ફિલ્મોમાં જેક સ્પેરોની મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા.
ડિઝની સ્ટૂડિયો ફ્રેંચાઈજીના ભવિષ્યને લઈને કેટલાક મોટા નિર્ણય લેવા જઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પાછલી ફિલ્મ ‘ડેડ મેન ટેલ નો ટેલ્સ’ના કોઈ ખાસ પ્રદર્શન ન કરવાના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર સ્યૂઅર્ટ બિએટીએ જાની ડેપને ફ્રેન્ચાઈજીમાંથી બહાર થવાની આધિકારીક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ”મને લાગે છે કે ફ્રેન્ચાઈજી સાથે ડેપનો સફર શાનદાર રહ્યો, જાની ડેપ આ ભૂમિકાને પોતાની બનાવી લીધી હતી. ડેપના કેરિયરની આ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ભૂમિકા રહી. દુનિયામાં લોકો તેને આ રોલના કારણે પ્રેમ કરે છે.”
તેમણે આગળ કહ્યું કે. આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તે આગળ પોતાના કેરિયરમાં શું કરશે. તેના કેરિયરની આ સૌથી મોટી ફિલ્મ રહેશે અને તેને સ્પેરોના કારણે યાદ કરવામાં આશે. મારા ખ્યાલથી જેક સ્પેરો એક વિરાસત છે. આ એકમાત્ર ભૂમિકા છે જેને તેણે પાંચ વખત ભજવી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






