મુંબઈ,તા.૧૩
#MeToo મૂવમેન્ટે તોફાનનું રૂપ લઇ ચૂક્યુ છે અમેરિકાથી ભારત સુધીની મહિલાઓ યૌન કે માનસિક સતામણીની પોતાની કહાની શેર કરી રહી છે. #MeTooની કડીમાં નાના પાટેકર, આલોક નાથ જેવા કલાકાર, એમજે અકબર જેવા રાજનેતા અને નૌકરશાહ સિવાય અર્જુન રણતુંગા-લસિથ મલિંગા જેવા ક્રિકેટર્સના નામ સામે આવી ચૂક્્યા છે.
આ મૂવમેન્ટમાં બીસીસીઆઇના સીઇઓ રાહુલ જાહરીનું નામ સામે આવ્યું છે. એક મહિલા પત્રકારે જાહરી પર અનુચિત વરતનનો આરોપ લગાવ્યો છે. જાકે આ મહિલા પત્રકારે તેની ઓળખ જણાવી નથી. જાહરી ૨૦૧૬થી જ બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી પદ પર કાર્યરત છે.
ઈંસ્ીંર્ર્નામના ટ્વિટર હેન્ડલથી ઇ-મેઇલનો સ્ક્રીન શોટ શેર કરતા બીસીસીઆઇના સીઇઓ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જે ઇ-મેઇલનો સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યો છે. તેને રાહુલ જાહરી તરફથી મહિલા પત્રકારને મોકલવામાં આવ્યો હોય તેમ જણાવવામાં આવ્યું છે.
મહિલાએ જાહરી પર આરોપ લગાવ્યો છે કે, મારી રાહુલ જાહરીથી જાબને લઇને મુલાકાત થઇ હતી. અમે બન્ને કોફી શોપમાં મળ્યા હતા અને ત્યારે તે નોકરીના બદલામાં મારાથી બીજુ કંઇક ઇચ્છતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



