ધી ભરૂચ-નર્મદા જિલ્લા કો.ઓ. ક્રેડીટ સોસાયટીનો સુવર્ણ જયંતિ માહોત્સવ ઉજવાશે

0
178

ભરૂચ:

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો.ઓ.ક્રેડીટ સોસાયટી લિ. સ્વાવલંભી રીતે પચાસ વર્ષ પૂર્ણ કરી સ્વર્ણિમ ગાથાના યુગમાં પગલાં માંડનાર છે. ત્યારે ભરૂચ-નર્મદા જિલ્લાએ તા.૧૬-૦૨-૨૦૧૮ ને શુક્રવારના રોજ આત્મીય એજ્યુકેશન એન્વાયરમેન્ટ સ્કુલ ગુમાનદેવ મંદિર પાસે કપલસાડી ખાતે ઉજવણી થનાર છે.

આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે કેબીનેટ મંત્રી શિક્ષણ, રાજ્યકક્ષાના મંત્રી સહકાર રમત-ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ, ભરૂચ જિલ્લાના સંસદ સભ્ય, વાગરા, જંબુસર, નાંનોદ, ભરૂચ,ડેડીયાપાડા, ઝઘડીયાના વર્તમાન ધારાસભ્યો, સુમુલ ડેરી સુરત તેમજ દુધધારા ડેરી ભરૂચના ચેરમેન તેમજ જિલ્લા ઘટક સંઘના હોદ્દેદારો તેમજ સારસ્વતા ઉપÂસ્થત રહેનાર છે. આ સોસાયટીએ નાણાંકીય સહાયો, યોગ્ય ભેટ, નાણાંનું ડીવીડન્ડ, આર્થીક લાભો, સભાસદના મૃત્યુ સમયે જરૂરી સહાય વિગેરે ટુંકા સમયમાં આપવાનું કાર્ય કરેલ છે. જેના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ મહોત્સવની ઉજવણી થનાર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY