દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૩૮ અને ડિઝલ ૭૫.૪૮ના સ્તરે પહોંચ્યુ સતત બીજા દિવસે પેટ્રોલમાં ૨૪ અને ડિઝલમાં ૧૧ પૈસાનો ઘટાડો

0
15

ન્યુ દિલ્હી,તા.૧૯
ઇંધણના ભાવમાં છેલ્લા કેટલાય મહિનાઓથી વધતા ભાવો હવે બે દિવસથી ઘટાડા તરફી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આજે શુક્રવારે પેટ્રોલની કિંમતોમાં ૨૪ પૈસા જ્યારે ડીઝલની કિંમતોમાં ૧૧ પૈસાનો ઘટાડો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં ૨૪ પૈસાનો ઘટાડા સાથે ૮૨.૩૮ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૧૦ પૈસા ઘટીન ૭૫.૪૮ પૈસા પ્રતિ લિટર થયું છે.
મુંબઇમાં પેટ્રોલના વધતા ભાવમાં ફરીથી રાહત મળી છે. મુંબઇમાં પેટ્રોલ ૮૭.૮૪ રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. જ્યારે ડીઝલ ૭૯.૧૩ રૂપિયા પ્રતિ લિટર થયું છે. ગુરુવારે મુંબઇમાં પેટ્રોલ ૮૮.૦૮ રૂપિયા જ્યારે ડીઝલ ૭૯.૨૪ રૂપિયા પ્રિત લિટર વેચાઇ રહ્યું છે. કોલકત્તાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. કોલકત્તામાં પેટ્રોલ ૮૪.૨૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૭૭.૩૩ રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
ચેન્નાઇમાં ઇંધણના ભાવમાં ઘટાડો થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ચેન્નાઇમાં શુક્રવારે પેટ્રોલ ૮૫.૬૩ પ્રિત લિટર અને ડીઝલ ૭૯.૮૨ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY