જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહની તબિયત વધુ લથડતાં મુંબઈ ખસેડાયા

0
10

જામનગર,તા.૨૮
જામનગરના જામસાહેબ શત્ર્šશલ્યસિંહજીની તબિયત લથડતાં તેમને સારવાર અર્થે ચાર્ટર પ્લેન મારફત મુંબઇ લઇ જવાયા છે. જા કે કોઇ ચિંતાજનક બાબત ન હોવાનું અને સારવારને કારણે જામસાહેબની તબિયતમાં સુધારો થતાં હાલ તેમનું સ્વાસ્થ્ય સારું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બનાવની મળતી વિગત અનુસાર જામનગરના જામસાહેબ શત્ર્શલ્યસિંહજીને દસેક દિવસ પહેલાં સામાન્ય ચક્કર આવ્યા હતાં. આથી જામનગરની સમર્પણ હોસ્પિટલમાં જામસાહેબે સારવાર લીધી હતી, જ્યાં જામસાહેબનું એમઆરઆઇ કરવામાં આવતા મગજની એક નસ આંશિક બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. જેના કારણે જામસાહેબને સારવાર અર્થે ચાર્ટર પ્લેન મારફત મુંબઇ લઇ જવાયા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સૂત્રોએ જામસાહેબની તબિયત અંગે બીજી કોઇ ચિંતાજનક બાબત નથી અને સારવાર મળતા તેમની તબિયતમાં સુધારો થતાં તેમનું સ્વાસ્થ્ય સારું હોવાનું જણાવ્યું છે. જામનગરના જામસાહેબની તબિયત લથડી હોવાના સમાચાર વાયુવેગે શહેરભરમાં પ્રસરતા તેમના સમર્થકો, મિત્રો અને શુભેચ્છકોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. તદઉપરાંત જામસાહેબની તબિયત નાદુરસ્ત થવા અંગે શહેરમાં તરેહ તરેહની ચર્ચા પણ શરૂ થઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY