બેંગ્લુરુ,તા.૨૮
બેંગલુરુમાં આયોજીત એક લિટરેચર ફેસ્ટિવલમાં હાજર લોકોને સંબોધતા કોંગ્રેસના નેતા શશિ થરૂરે જણાવ્યું કે, આરએસએસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ બેઠેલા બિચ્છૂ જેવા છે. તેમણે જણાવ્યું કે, આરએસએસના સૂત્રએ એક પત્રકારને મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન હોવાનું જણાવ્યું હતું, જેને તમે હાથથી ખસેડી પણ નથી શકતા અને તેને મારી શકતા પણ નથી.
શશિ થરૂરે આ નિવેદન બેંગલુરુમાં આયોજીત લિટરેટચર ફેસ્ટિવલમાં આપ્યું હતું. તેઓ આ ફેસ્ટિવલમાં તેમના પુસ્તક ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર અંગે વાત કરી રહ્યા હતા.
મીડિયાના રિપોટ્ર્સ મુજબ, શશિ થરૂરે જણાવ્યું હતું કે, મોદિત્વને કારણે એટલે કે, મોદી પ્લસ હિંદુત્વને કારણે જ પીએમ મોદી તેમનું કદ આરએસએસ કરતા પણ વધુ વધારી શકવામાં સફળ રહ્યા છે.
કેન્દ્ર સરકારની આલોચના કરતા તેમણે જણાવ્યું કે, અગાઉ નિયુક્ત કરેલા અધિકારીઓને હવે વડાપ્રધાન કાર્યાલયમાં હાજર અધિકારીઓની સંમતિની વાટ જાવી પડે છે. આ જ કારણે હવે ગૃહ મંત્રીને જાણ નથી કે, સીબીઆઇ ડાયરેક્ટરની બદલી થઇ રહી છે. વિદેશ મંત્રીને સરકારની વિદેશ નીતિમાં થયેલા ફેરફારની જાણકારી નથી અને રક્ષા મંત્રીને છેલ્લી ઘડી સુધી પણ રાફેલ કરારમાં થયેલા ફેરફારની જાણકારી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




