નાપાસ થવાના ભયથી યુવતીએ આપઘાત કરતા ખળભળાટ

0
25

જામનગરમાં છેલ્લા એક માસમાં ત્રણ વિદ્યાર્થીઓએ કર્યા આપઘાત
જામનગર,તા.૧૪
જામનગર જિલ્લામાં છેલ્લા એક માસમાં અભ્યાસના ટેન્શનમાં, નાપાસ થવાથી કે પેપર નબળા જવાથી કોઈને કોઈ કારણોસર એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓએ આપઘાત કરી લીધાના બનાવો સામે આવતાં વાલીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે. ત્યારે સાંજે પેપર નબળા જવાથી કોલેજીયન યુવતીએ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જામનગર શહેરના કડીયાવાડ પંજા શેરીનં-૧૦માં રહેતાં સુશીલાબેન ગુલાબચંદ અવધા નામના બિહારી પરિવારની પુત્રી જયશ્રી કોલેજમાં અભ્યાસ કરે છે. હાલ કોલેજની પરીક્ષા ચાલુ હોય અને તેણીના પેપર નબળા જતાં ટેન્શનમાં આવી ગઈ હતી.
જેના કારણે ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના આસપાસ તેણીના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈ લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પહેલા જ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. આ અંગેની મૃતકના માતા સુશીલાબેને પોલીસમાં જાહેર કરતાં પોલીસે મૃતદેહનો કબ્જા સંભાળીને પી.એમ.મટે મોકલી આપ્યો છે. આ બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
ગત તા.૧૫ નવેમ્બરના રોજ જામનગર તાલુકાના બાલંભડીગામના હરપાસિંહ જાડેજાએ બીએસસીમાં છેલ્લા વર્ષના સેમેસ્ટરમાં નાપાસ થતાં આપઘાત કરી લીધો હતો. ડીસેમ્બરના રોજ ધ્રોલના ગોકુલપાર્કમાં રહેતાં હરપાલસિંહ જાડેજાની આઠમાં ધોરણમાં ભણતી ૧૪ વર્ષની પુત્રી નિકિતાબાએ અભ્યાસના ટેન્શનમાં આપઘાત કરી લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY