પેટ્રોલમાં ૧૪ પૈસાનો વધારો : દિલ્હીમાં પેટ્રોલ ૮૩ને પાર

0
11

ન્યુ દિલ્હી,તા.૨૭
પેટ્રોલની કિંમત ગુરૂવારે ફરી ૧૪ પૈસા વધતા પેટ્રોલની કિંમત ૮૩ રૂપિયા તો મુંબઈમાં ૯૦.૩૫ રૂપિયા પ્રતી લીટર થઈ છે. દિલ્હીમાં ડીઝલ ૭૪.૨૪ રૂપિયા પ્રતી લીટર, મુંબઈમાં ડીઝલ ૭૮.૮૨ પ્રતી લીટર થઈ છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૮૪.૬૩ રૂપિયા, ડિઝલની કિંમત ૭૫.૯૫ પ્રતી લીટર થઈ છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત ૮૬.૦૮ રૂપિયા, ડિઝલની કિંમત ૭૮.૩૫ પ્રતી લીટર થઈ છે.
અમદાવાદમાં પેટ્રોલ રૂ.૮૧.૮૪, ડીઝલ રૂ. ૭૯.૪૨, વડોદરામાં પેટ્રોલ રૂ.૮૧.૮૯, ડીઝલ રૂ. ૭૯.૪૭, સુરતમાં પેટ્રોલ રૂ.૮૨.૨૮, ડીઝલ રૂ. ૭૯.૮૮, રાજકોટમાં પેટ્રોલ રૂ.૮૧.૭૭, ડીઝલ રૂ. ૭૯.૩૭ જૂનાગઢમાં પેટ્રોલ રૂ.૮૨.૭૫, ડીઝલ રૂ. ૮૦.૩૩, ભાવનગરમાં પેટ્રોલ રૂ.૮૩.૧૩, ડીઝલ રૂ. ૮૦.૭૦, જામનગરમાં પેટ્રોલ રૂ.૮૨.૧૯, ડીઝલ રૂ. ૭૯.૭૭ થયુ છે.
ગઈ કાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો ન હોવાથી થોડી રાહત રહી હતી જા કે આજે ફરી એકવાર પેટ્રોલ ડીઝલની કિંમત વધી છે. મુંબઈમાં મંગળવારે પેટ્રોલની કિંમત ૯૦.૨૨ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. ઓઇલ કંપનીઓ તેની કિંમતમાં ૧૪ પૈસાનો વધારો કર્યો હતો. રૂપિયામાં સતત ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા ઈંધણની કિંમત વધતા દેશભરમાં ઈંધણના ભાવમાં ભડકો જાવા મળી રહ્યો છે. હાલ ઈંધણના ભાવો સર્વોચ્ચ સ્તરે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY