સંજૂ ફિલ્મમાં કેટલાક જૂઠ્ઠાણા હતા : રાજકુમાર હિરાણી

0
15

મુંબઈ,તા.૧૪
એક્ટર સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’ એ બોક્સ આૅફિસ પર ૫૮૦ કરોડની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મમાં સંજય દત્તનો રોલ પ્લે કરનારા રણબીર કપૂરની એÂક્ટંગના ઘણા વખાણ થયા પરંતુ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાનીને આ ફિલ્મ માટે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો કેમકે સજંય દત્તની ઇમેજ ફિલ્મમાં સારી બતાવી છે.
જાકે તાજેતરમાં જ રાજકુમાર હિરાનીએ માન્યુ કે, ”ફિલ્મ શૂટ કર્યા પછી સ્ક્રિપ્ત્ મા બદલાવ કરવામાં આવ્યા જેનાથી સંજય દત્ત પ્રતિ લોકોની સહાનુભૂતિ મળે, લોકોના મતે મારી ફિલ્મમાં હીરોની પ્રતિ સહાનુભૂતિ દેખાડવી જરૂરી હતી. શરૂઆતમાં હું વાસ્તવિકતા દેખાડવા ઇચ્છતો હતો પરંતુ પછી ફિલ્મમાં ઘણા બદલાવ કર્યા’.
રાજકુમાર હિરાનીએ કÌš કે, ”મેં ફિલ્મ ‘સંજૂ’ બનાવી અને આ કેરેક્ટરને લઇને પોતાના વિચાર તેમાં શામેલ કર્યા. મેં તેમની સાથે ‘લગે રહો મુન્નાભાઇ’ અને ‘મુન્નાભાઇ સ્મ્મ્જી’ જેવી ફિલ્મો બનાવી પરંતુ તેમની સાથે કયારેક પાર્ટી નથી કરી. હું તેમના ક્લોઝ ફ્રેન્ડ્‌સમાં પણ શામેલ નથી. સંજય દત્ત સંજય ગુપ્તા, મહેશ માંજરેકર અને અન્ય લોકોની ખૂબ જ નજીક છે.
સંજય દત્તના લઇને પોતાના વિચારો અંગે રાજકુમાર હિરાનીએ જણાવ્યુ કે, ”મારા મતે તેમની આદતો ખોટી હતી જેવી કે પોતાના મિત્રની પ્રેમિકા સાથે સંબંધ, બંદૂક રાખવી અને નશો કરવો, પણ તે વિલન નથી. સંજય દિલથી સારો વ્યકિત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY