જન્મદિવસની પાર્ટીમાં ફાયરિંગ : ચાર લોકોના મોત,૧ ગંભીર

0
18

ટેક્સાસ,તા.૧૫
અમેરિકામાં ટેક્સાસ શહેરમાં એક વર્ષના બાળકના જન્મદિવસની પાર્ટીમાં માતમ છવાઈ ગયો હતો. એક વર્ષના બાળકની જન્મદિવસની પાર્ટીમાં કોઈક મુદ્દે ઝઘડો થયા બાદ અચાનક ફાયરીંગ શરુ થઇ ગયું હતું. આ ફાયરીંગમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને ૧ વ્યકિત ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સ્થાનિક પોલીસે ફાયરીંગ કરનાર ૨૦ વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. પોલીસને આરોપીના પિતા પર પણ આ મામલે શક છે.
શનિવારે બપોરે આ ઘટના બની હતી. જા કે પોલીસ આ મામલે હાલ વધુ તપાસ કરી રહી છે પરંતુ પોલીસને અત્યાર સુધી ખબર નથી પડી કે બર્થડેની પાર્ટીમાં ઝઘડો કઈ વાત પર થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY