લખનઉ,તા.૧૫
ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. બહુજન સમાજ પાર્ટીના નેતા જુગરામ અને તેમના કાર ડ્રાઇવર સુનીત યાદવને હત્યારાઓએ ગોળીથી વીંધી નાખવાની ઘટનાએ ઉત્તર પ્રદેશના રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે. જુગરામ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા અને તેમની હત્યાથી પાર્ટીમાં ભારે રોષ જાવા મળ્યો હતો.
નસીરાબાદમાં રહેતા બસપાના નેતા જુગરામ મહેન્દી સોમવારે સવારે પોતાની કારમાં ટાંડા જવા નિકળ્યા હતા. રામપુર સ્થલવા પહોચવાની સાથે જ તેમની રાહ જાઇ રહેલા ૬ જેટલા શૂટરો તેમની પર તૂટી પડ્યા હતા. બે બાઇકો પર સવાર ૬ જેટલા શૂટરોએ જુગરામ મહેન્દીની કાર પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. ગોળીબારીમાં નેતા જુગરામ અને તેમના ડ્રાઇવર સુનીતને ગોળીઓ વાગી હતી. ઘટનાની જાણ થતા હરકતમાં આવેલી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોચી હતી પરંતુ તે પહેલા શૂટરો ફરાર થઇ ગયા હતા. પોલીસે નેતા અને તેમના ડ્રાઇવરને હોસ્પિટલ ભેગા કર્યા હતા જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ મુજબ આ ડબલ મર્ડર કાંડ પાછળ અંગત દુશ્મનાવટ હોઇ શકે છે કારણ કે ગત વર્ષે પણ જુગરામ પર પ્રાણઘાતક હુમલો થયો હતો જેમાં સદનસીબે બચી ગયા હતા. આ ગોળીબારમાં દરમિયાન ત્યાંથી પસાર થતા બે રાહદારીઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સાક્ષીઓના વર્ણન મુજબ શૂટરો બે બાઇક પર સવાર હતા અને હત્યા બાદ તરત જ ફરાર થઇ ગયા હતા. પોલીસ હાલમાં તેમની શોધ કરી રહી છે. પોલીસ હાલમાં ડબલ મર્ડર મામલે બધી જ સંભાવનાઓની તપાસ કરી રહી છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





