મુંબઈ,તા.૩૧
અભિનેતા ફિલ્મ નિર્માતા આદિત્ય રોય કપૂરે મુંબઇના ખાસ ઉપનગરની મહિલા ફૂટબાલ ટીમને સ્પોન્સર કરી હોવાની જાણકારી મળી હતી.
આદિત્ય પોતે ઓલ સ્ટાર ફૂટબાલ ક્લબમાં દર વીક એન્ડમાં ફૂટબાલ રમે છે અને એને આ સ્પોર્ટમાં ઊંડો રસ છે. એને એક મિત્રે વાત કરી હતી કે ખારની મહિલા ફૂટબાલ ટીમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આદિત્યે તરત આ ટીમને સહાય કરવાનો નિર્ણય લીધો હતો અને એને સ્પોન્સર કરવાની ઔપચારિક જાહેરાત કરી હતી.
૧૫થી ૧૯ વર્ષની બાળાઓની બનેલી આ ટીમ આર્થિક કારણોસર પોતાની પ્રતિભાને ન્યાય આપી શકતી નહોતી. સ્પર્ધાઓમાં સહભાગી થવા માટે કે નિયમિત પ્રેક્ટિસ માટે પણ કેટલોક ખર્ચ જરૃરી થતો હોય છે. આ ટીમની કેટલીક બાળાઓને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં સહભાગી થવાન ઉત્કટ ઇચ્છા હતી.
આદિત્યે તેમને જરૃરી સહાય કરવાની તૈયારી દેખાડી હતી એટલે આ ટીમની બાળાઓ ઉત્સાહમાં આવી ગઇ હતી. આદિત્ય એમને સ્પોર્ટ કીટ આપવા ઉપરાંત એમને માટે યોગ્ય કોચની વ્યવસ્થા પણ કરશે અને એ સિવાય પણ એમને જરૃરી આર્થિક મદદ કરશે એવી જાણકારી મળી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



