ન્યુ દિલ્હી,તા.૨૧
આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પાર પાકિસ્તાની સીમામાં લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના લગભગ ૨૪ આતંકવાદીઓ સ્નાઈપર હુમલા અને બેટની સાજિશને પાર પાડવાની ફિરાકમાં છે. આ ૨૪ આતંકવાદીઓ પીઓકેમાં આવેલા અલગ-અલગ લોન્ચિંગ પેડ્સ પર પોતાના મિશન સાથે તૈયાર બેઠા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ છે. આ આતંકવાદીઓ માટે કવર ફાયરિંગ, વર્દી, સરસામાનની વ્યવસ્થા પાકિસ્તાની એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.
નવેમ્બરના આખર સુધીમાં ઘૂસણખોરી કરીને ભારતીય જવાનોને સીધા નિશાન બનાવવાની રણનીતિથી ભારતીય એઝન્સીઓ સાવધાન છે. વિભિન્ન ગુપ્તચર એજન્સીઓ, બીએસએફ અને અન્ય સુરક્ષાદળોની સાથે પાકિસ્તાની સેના અને આઈએસઆઈની આતંકવાદીઓ સાથેની સાઠગાંઠથી કરવામાં આવેલી સાજિશની જાણ થયા બાદ એલર્ટ રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ સ્નાઈપર્સ પીઓકેના દુધનિયાલમાં આવેલા લોન્ચિંગ પોડ પર હાજર છે.
જ્યારે કલસિયાન અને રુમલીધારામાં લશ્કરે તૈયબાના પાંચ સ્નાઈપર ગાઈડ સરદાર ગુજર સાથે લોન્ચ પેડ પર છે. જ્યારે છ જેટલા લશ્કરે તૈયબાના આતંકવાદીઓ એક અલગ ગ્રુપમાં ગાઈડ અરશદ ખાનની આગેવાનીમાં પીઓકેના બટ્ટલ ગામમાં આવેલા કેમ્પમાં જાવા મળ્યા છે. જૈશ-એ-મોહમ્મદના સાતથી આઠ આતંકવાદીઓનું જૂથ પીઓકેના નટ્ટર ગામમાં રોકાયા છે. એનઆઈએ દ્વારા જમ્મુ-કાશ્મીરના નગરોટામાં સૈન્ય છાવણી પર નવેમ્બર-૨૦૧૬માં થયેલા હુમલાના મામલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ડેપ્યુટી ચીફ અને આતંકી મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અસગર તથા અન્ય ૧૩ આતંકીઓ વિરુદ્ધ મંગળવારે એક ચાર્જશીટ દાખલ કરી છે.
ભારતીય એજન્સીઓને આશંકા છે કે આ તમામ આતંકવાદીઓ સ્નાઈપર એટેક માટે તાલીમબદ્ધ છે. બેટની ટીમ ષડયંત્રમાં તેમને સામેલ કર્યા છે. એજન્સીઓના અહેવાલમાં દાવો કરાયો છે કે અલગ-અલગ લોન્ચિંગ પેડ્સ પર હાજર આતંકવાદીઓની ટીમને સ્નાઈપર હુમલા, બોર્ડર એક્શન ટીમની નાપાક સાજિશ અને આઈઈડી બિછાવવાના કારસામાં સામેલ કરાય તેવી શકીયતા છે. સૂત્રોનું કહેવું છે કે ગત કેટલાક મહીનાઓથી સ્નાઈપર એટેકમાં વધારો થયો છે. પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ખેપ મોકલવાની કોશિશ થઈ રહી છે. તેમના નિશાના પર સુરક્ષાદળના જવાનો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



