ન્યુ દિલ્હી,તા.૨૧
કર્ણાટક અને અન્ય રાજ્યોમાં દુકાળને કારણે અગાઉના વર્ષ તુલનાએ ચાલુ વર્ષે કઠોળના વાવતેરમાં ઘટાડો થયો છે એવું કૃષિ મંત્રાલયના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે. કઠોળનું વાવતેર ૧૮ ટકા ઘટીને ૬૯.૯પ લાખ હેક્ટરમાં થયુ છે. ચાલુ વર્ષે ૧૯૧.૧ર લાખ હેક્ટરમાં રવી પાકનું વાવતેર કરવામાં આવ્યુ છે જ્યારે અગાઉના વર્ષની રવી સીઝનમાં રર૭.૪૧ લાખ હેક્ટરમાં રવી પાકનું વાવતેર કરવામાં આવ્યુ હતું.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં પ૧.૬૩ લાખ હેક્ટરમાં ઘઉંનું વાવતેર કરવામાં આવ્યુ છે જ્યારે અગાઉના વર્ષે પ૪.ર૮ લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યુ હતું. બીજી બાજુ કર્ણાટક ખાતે ૭.૩પ લાખ હેક્ટરમાં કઠોળનું વાવતેર કરવામાં આવ્યુ હતું જ્યારે અગાઉના વર્ષે ૧ર.૯૮ લાખ હેક્ટરમાં કઠોળનું વાવતેર કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં પ.૬ર લાખ હેક્ટરમાં મહારાષ્ટ્ર ખાતે કઠોળનું વાવેતર કરવામાં આવ્યુ છે જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં ૧૦.૬૧ લાખ હેક્ટરમાં કઠોળનું વાવતેર કરવામાં આવ્યુ હતું.
બીજી બાજુ તેલિબિયાનું ૪૬.૮પ લાખ હેક્ટરમાં વાવતેર થયુ છે જ્યારે અગાઉના વર્ષે ૪૯.પ૦ લાખ હેક્ટરમાં તેલિબિયાનું વાવતેર કરવામાં આવ્યુ હતું. ચોખાની વાવતેર ૬.૪૧ લાખ હેક્ટરમાં થયુ છે જ્યારે અગાઉના વર્ષે ૮.પ૭ લાખ હેક્ટરમાં ચોખાનું વાવતેર કરવામાં આવ્યુ હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




