કડોદરા, તા. ૫
કડોદરા પોલીસે નિયોલ ગામના હળપતિવાસમાં એક ઘરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને રૂ. ૩૭ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા પોલીસે મળેલ બાતમીના આધારે નિયોલ ગામના હળપતિવાસમાં દરોડો પાડી દશરથ રાઠોડના ઘરના વાડામાં ઝાડની નીચે ગંજીપાનાનો જુગાર રમતા પરેશ પીઠાભાઈ હડીયા રહે. ગોડાદરા ગુનાભાઈ જીનાભાઈ વાણીયા રહે. પુનાગામ અલ્પેશ મતાભાઈ હડીયા રહે. ગોડાદરા સુનિલ રોહીદાસ કોળી રહે. લીંબાયત જીગ્નેશ રવજીભાઈ કાનાણી રહે. સુરતનઓને પકડી પાડેલ છે અને દાવ પરના મૂકેલ રૂ. ૧૦,૧૪૦ તથા અંગઝડતી સહિતના કુલ્લે રૂ. ૩૭,૯૪૦ના મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



