મુંબઈ,તા.૨૨
ટોચની અભિનેત્રી કાજાલે કહ્યુ હતું કે સલમાન ખાન કે આમિર ખાનની જેમ અભિનેત્રીઓની ફિલ્મો ૫૦૦ કરોડનો બિઝનેસ કરતી નથી. પોતાની હેલિકોપ્ટર ઇલા ફિલ્મના પ્રમોશમાં બોલતાં એણે આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. એણે કહ્યુ કે છેલ્લાં થોડાં વરસોમાં એવું જાવા મળ્યું છે કે હીરોઇનો પણ ફિલ્મની સફળતામાં યથાશક્તિ ફાળો આપે છે.
કેટલીક હીરોઇનો તો હીરોની જેમ સેલેબલ ગણાતી થઇ છે અને માતબર ફી પણ વસૂલ કરે છે. આમ છતાં સલમાન ખાનની જેમ હીરોઇનોની ફિલ્મો બોક્સ આૅફિસ પર ૫૦૦ કરોડનો બિઝનેસ કરતી નથી એ પણ હકીકત છે. ઘણા સમયથી એેવી ચર્ચા પણ થતી રહી છે કે હીરો કરતાં હીરોઇનોને ઓછું મહેનતાણું મળે છે. એ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કાજાલે કહ્યું કે મને લાગે છે કે આ બાબત પણ બોક્સ આૅફિસ સાથે સંકળાયેલી છે.
જા કે તાજેતરમાં કેટલીક હીરોઇનોએ મોં માગ્યું મહેનતાણું મેળવ્યું હતું. કેટલીક હીરોઇનોએ પોતાની પ્રાઇઝ વધારી દીધી હતી. મને લાગે છે કે આ મુદ્દો પણ બોક્સ આૅફિસ અને બિઝનેસ સાથે સંકળાયેલો છે.
એણે ઉમેર્યું હતું કે હવે ઓડિયન્સ મહિલા પ્રધાન ફિલ્મો સ્વીકારતું થયું છે એ એક સારું લક્ષણ છે. મહિલાઓની ફિલ્મો સફળ થાય તો એ પણ સારો બિઝનેસ કરી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




