હિટ ફિલ્મ સિંઘ ઈઝ કિંગની સિક્વલ બનશે

0
25

મુંબઈ,તા.૨૨
મોખરાના એક્શન સ્ટાર અક્ષય કુમારને હીરો તરીકે રજૂ કરતી વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ સિંઘ ઇઝ કિંગની સિક્વલ બનાવવાની તૈયારી થઇ રહી હોવાની માહિતી મળી હતી. જા કે હાલ આ ફિલ્મના મુદ્દે કાનૂની તકરાર ચાલી રહી છે. નિર્માતા વિપુલ શાહ અને નિર્દેશક અનિસ બઝ્મી બંને એમ માને છે કે આ ફિલ્મના રાઇટ્‌સ પોતાની પાસે છે. કોર્ટનો ચુકાદો આવે ત્યાર બાદ સિક્વલ બની શકે ત્યાં સુધી ન બની શકે.
દરમિયાન એવી વાત આવી હતી કે સર્જકો આ ફિલ્મની સિક્વલમાં અક્ષય કુમારને બદલે અર્જુન કપૂરને લેવા માગે છે. અક્ષય કુમાર અને વિપુલ શાહના સંબંધોમાં તિરાડ પડી છે.
અગાઉ અક્ષયે વિપુલ સાથે ચારેક હિટ ફિલ્મો કરી હતી. પરંતુ નમસ્તે લંડનની સિક્વલના મુદ્દે બંને વચ્ચે મતભેદ થયા હતા અને વિપુલે સિક્વલ નમસ્તે ઇંગ્લેંડમાં અક્ષયના સ્થાને અર્જુન કપૂરને લીધો હતો.
ત્રણેક વર્ષ પહેલાં ખુદ અક્ષયે સિંઘ ઇઝ બ્લીંગ ફિલ્મ પ્રભુ દેવાના નિર્દેશનમાં બનાવી હતી. અનિસ બઝ્મી વેલકમ અને વેલકમ બેક જેવી સુપરહિટ કોમેડી ફિલ્મો આપી ચૂક્્યા છે.
એજ રીતે સિંઘ ઇઝ કિંગની સિક્વલ પણ જ્યારે બને ત્યારે એમાં અક્ષયના સ્થાને અર્જુન કપૂરને લેવાની ઇચ્છા સર્જકોની છે એવું એક સૂત્રે જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY