ન્યુ દિલ્હી,તા.૪
ભારતમાં અનેક ઘૂસણખોરીની કોશિશો નિષ્ફળ થયા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડવા માટે તૈયાર નથી. પાકિસ્તાને ભારતીય ચોકીઓ પર હુમલા માટે આતંકવાદીઓની સાથે સ્પેશ્યલ સર્વિસ ગ્રુપના કમાન્ડોઝની મદદ લેવાનું પણ શરૂ કર્યું છે. પાકિસ્તાન દ્વારા રાજારી અને પુંછ સેક્ટરમાં સ્નાઈપર્સની તેનાતી પણ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓને મળેલા ઈનપુટ્સ બાદ બીએસએફને એલર્ટ કરાયું છે.
સુરક્ષા એજન્સીઓને તાજેતરમાં કેટલાક ઈનપુટ્સ મળ્યા છે. તેના પ્રમાણે બોર્ડર પર લશ્કરે તૈયબાના આતંકવાદીઓ અને સ્પેશિયલ કમાન્ડોઝે સાથે મળીને રાજારી અને પુંછના કૃષ્ણા ઘાટી સેક્ટર પર હુમલાની સાજિશ રચી છે. આ પહેલા ૩૦મી ડિસેમ્બરે પાકિસ્તાનની બોર્ડર એક્શન ફોર્સે પણ હુમલાની કોશિશ કરી હતી. તેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી હતી. અધિકારીઓ મુજબ, હવે પાકિસ્તાને હુમલા માટે કમાન્ડોઝ અને આતંકવાદીઓના લગભગ પાંચથી છ ગ્રૂપ તૈયાર કરવામાં આવ્યા છે.
દરેક ટીમમાં લગભગ ૩૦ જેટલા આતંકીઓ અને કમાન્ડોઝ આમા હોવાની શક્્યતા છે. આ હુમલો રૌજારી અને પુંછમાં થવાની શક્યતા છે. ભારતીય સુરક્ષા એજન્સીના સૂત્રો મુજબ બોર્ડર એક્શન ટીમમાં પાકિસ્તાની સેનાના કમાન્ડોની સાથે આતંકવાદીઓ પણ હોય છે. બેટના સદસ્યો ગુરિલ્લા લડાઈ માટે તાલીમબદ્ધ હોય છે. આતંકવાદીઓને બેટમાં એટલા માટે સામેલ કરવામાં આવે છે. કારણ કે તેમના પકડાઈ જવાની સ્થિતિમાં પાકિસ્તાન જવાબદારીમાંથી છટકી જાય છે. તાજેતરના કેટલાક મહીનાઓમાં ભારત દ્વારા પાકિસ્તાનમાંથી કરવામાં આવેલા ચાર જેટલા બેટ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.
આ હુમલા એલઓસી પર પુંચ, તંગધાર, કેરન, નૌગામ સેક્ટરમાં થયા હતા. ૩૦મી ડિસેમ્બરે નૌગામ ખાતેના બેટ ટીમના હુમલાને નિષ્ફળ બનાવતા ભારતીય સુરક્ષાદળોએ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કરયા હતા. ઘૂસણખોરોએ પાકિસ્તાની સેનાની વર્દી પહેરી રાખી હતી. તેમની પાસે જે સામાન હતો. તેમાં પાકિસ્તાનનું નામ લખેલું હતું. આ બંને પાસેથી આઈઈડી, અન્ય વિસ્ફોટકો અને હથિયારો પણ મળ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




