‘આશિકી-૨’ના સિંગર અંકિત તિવારીને ત્યાં લક્ષ્મીનાં વધામણાં

0
71

મુંબઈ,તા.૪
ફિલ્મ ‘આશિકી-૨’ના ગીત ‘સુન રહા હૈ ના તુ’ ફેમ અંકિત તિવારીને ત્યાં એક નવા મહેમાનનું આગમન થયું છે. વોઈસકિંગ અંકિત તિવારીને ત્યાં દીકરીના પિતા બની ચુકવ્યો છે. આ પ્રસંગે તેણે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાની પત્ની સાથે જાવા મળ્યો હતો. અંકિતે પોતાનો આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, ભગવાને મને આ નવા વર્ષે એક સારી એવી ગિફ્ટ આપી છે. આ દુનિયામાં તારું સ્વાગત છે. અંકિતની પત્નીએ ૨૮ ડિસેમ્બર, ૨૦૧૮ના દિવસે દીકરીને જન્મ આપ્યો છે.
ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટે તેની દીકરીનું નામ આર્યા તિવારી રાખ્યું છે. અંકિતના ફ્રેન્ડસ તેને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. અંકિતના લગ્ન તેના હોમટાઉ કાનપુરમાં થયા હતા અને તેની પત્ની પલ્લવી મિકેનીકલ એન્જિયર છે. પલ્લવીની પસંદગી તેની દાદીએ કરી છે.
અંકિતે પોતાની સિંગિગ કરિયરની શરૂઆત જિંગલ્સ બનાવવાથી કરી હતી. તેણે અનેક સિરિયલ્સ માટે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે અને તેને પહેલીવાર ૨૦૧૨માં ફિલ્મ ‘આશિકી ૨’નું એક ગીત ગાવાની તક મળી. ફિલ્મ ‘આશિકી-૨’ના ગીત ‘સુન રહા હૈ ના તુ’ સુપરહિટ સાબિત થયું હતું અને પછી તેને અનેક ગીતો ગાવાની તક મળી હતી. તેણે ‘એક વિલન’નું ગીત ‘તેરી ગલિયાં’ પણ ગાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY