ઇસરોએ સી-૪૪ દ્વારા બે સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યુ

0
1

પાંચ મહિનામાં બીજી વખત સેટેલાઇટનું લોન્ચિંગ રાતના સમયે કરાયુ
અમરાવતી,તા.૨૫
આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી અડધી રાત્રે પીએસએલવીના લોન્ચ વ્હિકલ સી-૪૪ દ્વારા બે સેટલાઇટનું સફળ લોન્ચિંગ કરાયું છે. પાંચ મહિનામાં બીજી વખત એવું બન્યું હતું કે અહીં સેટેલાઇટનું લોન્ચિંગ રાતના સમયે કરાયું. લોન્ચિંગનો સમય નક્કી કરવામાં સેટેલાઇટ માઇક્રોસેટ-આર એ મુખ્ય ભૂમિકા નિભાવી. ઇસરોના ચેરમેન સિવનનું કહેવું છે કે સેટેલાઇટની જરૂરિયાત પ્રમાણે સમયની પસંદ કરાઇ.
વાત એમ છે કે ૭૪૦ કિલોગ્રામ વજન ધરાવતા ઇમેજીંગ સેટેલાઇટ માઇક્રોસેટ-આરને એ રીતે યોજનાબદ્ધ કરાયું હતું કે તે દરરોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ભૂમધ્ય રેખાને પાર કરે જ્યારે સૂર્ય ભારતીય ક્ષેત્રને રોશન કરી રહ્યું હોય છે. વજનની દ્રષ્ટિએ આ સેટેલાઇટ દુનિયાનો સૌથી હલકો સેટેલાઇટ છે. ગુરૂવારના રોજ શ્રીહરિકોટાના ભારતીય સ્પેસપોર્ટના પહેલાં લોન્ચ પેડ પરથી રાત્રે અગિયાર વાગ્યાને ૩૭ મિનિટ પર PSLVC-૪૪ એ માઇક્રોસેટ-આર અને કલામસેટ આર સેટેલાઇટને સાથે લઇ લોન્ચિંગ કરાયું.
ઇસરોના ચેરમેન સિવને કહ્યું કે લોન્ચના સમયે સેટેલાઇટની જરૂરિયાત પર નિર્ભર કરે છે. અહીં તેઓ ઇચ્છે છે કે સેટેલાઇટ ભૂમધ્યરેખાના દક્ષિણ તટથી ઉત્તરી તટમાં ૧૨ વાગ્યાની આસપાસ પાર કરે, આ સૂરજના પ્રકાશની સ્થિતિના લીધે થઇ શકે છે. તેમણે આગળ કહ્યું કે અમારા લોન્ચર ભૂમધ્ય રેખાના ઉત્તરથી દક્ષિણની તરફ જાય છે. આથી સેટેલાઇટની જરૂરિયાતને જાતા અમે રાત્રે લોન્ચિંગ કરાયું.
તેમણે કહ્યું કે સેટેલાઇટ ટીમ એ વાતને નક્કી કરે છે કે સેટેલાઇટ કયારે તસવીરો લેવાનું શરૂ કરે. આ સર્વાધિક સૂર્યના પ્રકાશમાં થઇ શકે છે કે અથવા તો પછી ઓછા વાદળની સ્થિતિમાં લોન્ચનો સમય તેના પર નક્કી કરાય છે. આપને જણાવી દઇએ કે ઉડાનની થોડીક જ મિનિટો બાદ ઇસરો એ માઇક્રોસેટ-આરને તેની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી દીધો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY