શ્રીનગર,તા.૨૨
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના શ્રીગુફારામાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રÌšં છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ૪ આતંકવાદીઓ ઠાર થયા છે. ચિંતાજનક વાત એ છે કે, માર્યા ગયેલા આતંકવાદીઓનું ઈસ્લામિક સ્ટેટ સાથેનું કનેક્શન સામે આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે આતંકવાદીઓના ISJK (ઈસ્લામીક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીર) સાથે સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કહેવાય છે કે, માર્યા ગયેલા આતંકવાદીઓ કાશ્મીરના જ રહેવાસીઓ છે. આ એન્કાઉન્ટમાં ISJKનું નામ સામે આવતા જ સુરક્ષા એજંસીઓના કાન સરવા થયા છે. આમ આ બાબતથી એક વાત તો સ્પષ્ટ થઈ ચુકી છે કે, ઈસ્લામિક સ્ટેટ જમ્મુ-કાશ્મીરમાં પોતાનો પગ પેસારો કરી રÌšં છે.
ઓપરેશન ઓલ આઉટ-૨ જમ્મૂ-કાશ્મીરના સુરક્ષાબળોએ સપાટો બોલાવવાનું યથાવત રાખ્યું છે. અનંતનાગમાં સુરક્ષાબળોએ શસસ્ત્ર અથડામણમાં ૪ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અહીં ૩ થી ૪ આતંકવાદીઓ છુપાયેલા હોવાની સુચના મળી હતી. જાકે આ અથડામણમાં ૧ પોલીસકર્મી પણ શહીદ થયો છે.
જમ્મૂ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર વહેલી સવારે શરો થયું હતું. અમને ૩ થી ૪ ત્રાસવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાના અહેવાલ હતા. ૪ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ચારેય આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યાં છે.
વૈદ્યના જણાવ્યા પ્રમાણે અનંતનાગમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની સુચના સુરક્ષાબળોને મળી હતી. સૂચનાના આધારે સુરક્ષાબળોએ વહેલી સવારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કરી દીધો હતો. જવાનોએ તેનો જવાબ આપતા ૪ આતંકવાદીઓના મોત થયાં હતાં. ચારેય આતંકવાદીઓના મૃતદેહ હાથ લાગ્યા છે. જાકે આ અથડામણમાં ૧ પોલીસ જવાન પણ શહીદ થયો છે. સાથે જ અન્ય બે નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લામાં પણ આતંકવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પુલવામાના કાચીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત સૂચનાના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આમ જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર હટાવી લીધા બાદ સેના અને સુરક્ષાબળો લગભગ રોજ ૨ થી ૩ આતંકવાદીઓનો ખાતમો બોલાવી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



