ભારત ફિલ્મના શુટિંગ અર્થે કેટરીના માલ્ટા પહોંચી ગઇ

0
36

મુંબઇ,તા. ૧૭
યુવરાજ, મેને પ્યાર ક્યુ કિયા, એક થા ટાગર અને ટાઇગર જિન્દા હે જેવી ફિલ્મમાં સલમાન ખાનની સાથે જારદાર કેમસ્ટ્રી જગાવી ચુકેલી કેટરીના કેફ હવે શુટિંગના ભાગરૂપે માલ્ટા પહોંચી ગઇ છે. જ્યાં સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારત ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. આ વખતે સલમાન ખાનના હોમ પ્રોડક્શન હેઠળ ફિલ્મ બની રહી છે. અલી અબ્બાસ જફર ફિલ્મ બનાવી રહ્યા છે. ભારતમાં હવે કેટરીના કેફ સલમાનની સાથે મુખ્ય સ્ટાર તરીકે નજરે પડનાર છે. પહેલા આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પ્રિયંકા ચોપડાને લેવામાં આવી હતી. જા કે પ્રિયંકા ચોપડાને વધારે મોટા હોલિવુડ પ્રોજેક્ટ હાથ લાગી જતા તે ફિલ્મમાંથી નિકળી ગ છે. ઓગષ્ટની શરૂઆતમાં સલમાન ખાને સોશિયલ મિડિયા પર માલ્ટા ખાતેના ફોટો જારી કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તે માલ્ટામાં ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત છે. હવે કેટરીના કેફ પણ શુટિંગના ભાગરૂપે પહોંચી ગઇ છે. કેટરીના કેફ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર સેલ્ફી શેયર કરી ચુકી છે. જેમાં તે કહી રહી છે કે તે હવે માલ્ટામાં શુટિંગ કરી રહી છે. ભારત એવી છટ્ઠી ફિલ્મ છે જેમાં સલમાન ખાન અને કેટરીના કેફ સાથે કામ કરી રહ્યા છે. અલી અબ્બાસના નિર્દેશનમાં આ જાડી બીજી વખત સાથે કામ કરી રહી છે. તે પહેલા સલમાન ખાન, કેટરીના કેફની જાડી ટાઇગર જિન્દા હેમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફસ પર સુપર હિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં પહેલા પ્રિયંકા ચોપડા અભિનેત્રી તરીકે હતી.જા કે પ્રિયંકા ચોપડાએ ફિલ્મ છોડી દીધા બાદ કેટરીના કેફની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મમાં દિશા પટની પણ કામ કરી રહી છે. પ્રિયંકા ચોપડાએ વધારે ફીની માંગ પણ કરી હતી. જા કે હવે વિવાદ રહ્યો નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY