ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ કદવાલી ગામમાં દીપડાએ વાછરડાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જાવા પામ્યો છે.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં અવાર-નવાર વન્યજીવો રહેણાંક વિસ્તારોમા આવી જવાના બનાવો વધી રહ્યા છે.ત્યારે દીપડા દ્રારા અનેક પશુઓના શિકાર કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.

ત્યારે ગતરાત્રીના વાલિયા તાલુકાના કદવાલી ગામમાં રહેતા છીતું નાનુંભાઈ પટેલ પોતાના ઘરના બાજુમાં પશુઓ બાંધતા હોઈ ગઈકાલે રાતે દોઢ વર્ષના વાછરડા પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધો હતો.બનાવ અંગેની જાણ છીતું પટેલ દ્રારા નેત્રંગ વન વિભાગમાં કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી જઈને છીતું પટેલના ઘરની બાજુમાં મારણ સાથે પાંજરુ મૂકી દીપડાને પકડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દીપડા દ્રારા પશુઓ પર વધતા હુમલાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જાવા પામ્યો છે.અને વન વિભાગ વહેલી તકે દીપડાને પકડી પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.મો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







