કેદીને સારા વ્યવહારના કારણે જેલમાંથી છોડ્યો,દોઢ મહિનામાં બે મર્ડર પછી પાછો જેલમાં આવ્યો..!!

0
4

ઔરંગાબાદ,તા.૨૬
બિહારમાં એક કેદીને જેલમાંથી તેના સારા વ્યવહારના કારણે છોડવામાં આવ્યો અને ત્યારપછી તે એક નહીં પરંતુ બે મર્ડર કરીને તે જ જેલમાં પરત આવ્યો હતો. ઔરંગાબાદમાં આ ઘટના જાણવા મળી છે. સ્થાનિક જેલમાં બંધ ૨૭ વર્ષના કેદી પવન કુમાર સિંહ પર હવે બે મર્ડરનો આરોપ છે. સારા વ્યવહારના કારણે છોડવામાં આવ્યા પછી પવન કુમાર માત્ર દોઢ જ મહિનામાં બે મર્ડર કરીને જેલમાં પાછો આવ્યો છે.પવન કુમાર સિંહને બ્લેકમેલિંગ, હુમલો અને આર્મ્સ એક્ટમાં સાત વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. પરંતુ તેના સારા વ્યવહારના કારણે ૨ ઓક્ટોબરે જ તેને દયા સ્વરૂપે છોડવામાં આવ્યો હતો.
સ્થાનિક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પવન જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેને તેની પત્નીની બેવફાઇ વિશે ખબર પડી હતી. પવન ઔરંગાબાદના નવીનનગર વિસ્તારમાં રહે છે. પવનને માહિતી મળી કે તેની પત્નીનું મો. શફીફ સાથે અફેર છે. શફીફ સાસારામની જેલમાં ઘણાં મહિનાઓ સુધી બંધ રહ્યો હતો જ્યાં પવન પણ હતો. આ માહિતી મળ્યા પછી પવન શફીફની હત્યા કરવાનું પ્લાનિંગ કરતો હતો.
ઘટના વિશે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પવને ૪ નવેમ્બરે શફીફ અને તેના મિત્રને એક ગામમાં ફરતાં હતા ત્યારે પકડી લીધા હતા. ત્યાં તેણે પહેલાં શફીફને ગોળી મારી અને પછી તેના મિત્ર મો. ગદ્દીને નજીકના એક તળાવમાં લઈને જઈને ડૂબાડી દીધો હતો. શફીફની ઓળખ કરીને તેના મોબાઈલ નંબરની મદદથી પોલીસ પવનની પત્ની સુધી પહોંચી હતી અને ત્યારપછી તેમણે ૧૮ નવેમ્બરે પવનની ધરપકડ કરી લીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY