તિરુવનંતપુરમ્,તા.૨૧
કેરળ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ એમ.આઈ. શાનવાસનું બુધવાર સવારે ૬૭ વર્ષે નિધન થયું છે. તમિલનાડુની ચેન્નાઇ હોસ્પિટલ ડા રેલા ઇન્સ્ટિટ્યૂટમાં તેમની સારવાર ચાલી રહી હતી. શાનવાસ લાંબા સમયથી બીમાર હતા. તેઓ કેરળના વયાનંદ લોકસભા બેઠકથી કોંગ્રેસના સાંસદ હતા. શાનવાસ લીવર ઇમ્પ્લાન્ટ સર્જરી દરમિયાન થયેલા ઇન્ફેક્શનથી પીડિત હતા.
તેમનો જન્મ વર્ષ ૧૯૫૨માં કોટ્ટાયમમાં થયો હતો. તેઓ કેરળ કોંગ્રેસ કમિટિના વર્ષ ૧૯૮૩થી સભ્ય હતા અને ૨૦૦૯માં તેઓ કોંગ્રેસ તરફથી વયાનંદ બેઠકથી લોકસભા ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તેમણે યુવાવસ્થામાં યુવા કોંગ્રેસ અને સેવા દળમાં કામ કર્યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા કરૂણાકરન વિરૂદ્ધ બળવાખોર ચાલુ કરવાવાળા ત્રણ નેતાઓમાં તેઓ પણ સામેલ હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





