ડોનેશનમા આવેલ રૂપીયાથી પુર પીડીત વ્યક્તિ માટે ફુડ પેકેટ તથા બ્લેન્કેટની વ્યવસ્થા કરવામાં આવશે

કેરલમાં ભારે વરસાદને કારણે ભારે પુર આવ્યા છે નદીઓ અને ડેમના જળશાયોથી પાણી વહી રહ્યાં છે. રાજયનો મોટો હિસ્સો જળમગ્ન છે. આપદાએ આ પ્રાકૃતિક સૌદર્યવાળા રાજયને બરબાદ કરી દીધી છે. આપત્તિના સમયે એનડીઆરએફ ટીમ ઉપરાંત સેના નૌસેના વાયુસેનાના જવાનો પુરથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોની વાહરે આવ્યાં છે. કેરલમાં ભારે વરસાદ અને પુુરથી જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે ત્યારે ગુજરાત રાજ્યમાંથી અનેક સંસ્થાઓ દ્વારા ફુડ પેકેટ સહીતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોચાડવામાં આવી રહી છે. આવા સમયે બોપલ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ કેરલના લોકોને મદદરૂપ બનવા કમર કસી છે. ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ વરસતા વરસાદમા પણ કેરલના પૂર પીડીત વ્યક્તિઓ માટે ફાળો એકત્રિત કરી રહ્યા છે. ડોનેશનમા આવેલ રૂપીયાથી પુર પીડીત વ્યક્તિ માટે ફુડ પેકેટ તથા બ્લેન્કેટની વ્યવસ્થા કરવામાં આવશે તેમ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. આ કામગીરીમાં ડેન્ટલ કોલેજના ડો.કરણ બારોટ, ડો.સૌરભ, ડો.ગુંજન, ડો.પિયુષ સહીતના વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
ન્યુઝ વિરમગામતસવીર- વંદના નીલકંઠ વાસુકિયાજંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







