રોકાણકારો માટે ખુશખબરઃ કોમોડિટી ટ્રેડિંગ પર ટ્રાન્જેક્શન ચાર્જ નહીં વસૂલે મ્જીઈ

0
8

ન્યુ દિલ્હી,તા.૨૯
કોમોડિટી બજારના રોકાણકારો માટે ખુશીના સમાચાર છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર હવેથી કોમોડિટી ડેરિવેટિવ્સના કારોબારમાં કોઈ પણ પ્રકારની ટ્રાન્જેક્શન ચાર્જ ચૂકવવો નહીં પડે. બીએસઈ ૧લી ઓક્ટોબરથી કોમોડિટીમાં ટ્રેડિંગની શરુઆત કરવા જઈ રહ્યું છે.બીએસઈના જણાવ્યા અનુસાર તેમના એક્સચેન્જ પર કોમોડિટીમાં ટ્રેડિંગ શરુ કરવાના પ્રથમ વર્ષમાં રોકાણકારો પાસેથી કોઈપણ પ્રકારનો ટ્રાન્જેક્શન ચાર્જ નહીં વસૂલવાનો નિર્ણય કર્યો છે. બીએસઈ હવેથી સોનાચાંદીની સાથે કોમોડિટી ડેરિવેટિવમાં પણ ટ્રેડિંગ શરુ કરવા જઈ રહ્યું છે. ત્યાર બાદ એનર્જી અને પછી એગ્રી કોમોડિટીમાં ટ્રેડિંગ શરુ કરશે. વર્તમાનમાં નોન એગ્રી કોમોડિટીમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએકસ)નો દબદબો છે. તેથી હવે ભારતીય માર્કેટમાં એમસીએક્સ માટે પ્રતિસ્પર્ધા વધશે.
બીએસઈ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બીએસઈનું માનવું છે કે, તેમનું કોમોડિટી ડેરિવેટિવ પ્લેટફોર્મ યોગ્ય કિંમતો નક્કી કરવામાં મદદરૂપ અને ગ્રાહકોને અનુકુળ હશે.
બીએસઈના એમડી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે, અમેને વિશ્વાસ છે કે, ૧ ઓક્ટોબરથી કોમોડિટી ડેરિવેટિવમાં બીએસઈનો પ્રવેશ ઘણા નવા ઘંઘાર્થીઓને કોમોડિટી બજાર સાથે જાડવામાં મદદ કરશે. જેના કારણે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY