ત્રણેય ખાનમાં સલમાન ખાન બેસ્ટ એક્ટર છે : કેટરિના કૈફ

0
5

મુંબઈ,તા.૧૯
કેટરીના કૈફે પોતાના કેરિયરમાં સૌથી વધુ જેની સાથે કામ કર્યું હોય તો તે સલમાન ખાન છે. આ ઉપરાંત કેટરીનાએ શાહરૂખ અને આમિર ખાન સાથે પણ કામ કરેલુ છે. જો કે કેટરીનાનાં મતે સલમાન ખાન ત્રણેય ખાનોમાંથી બેસ્ટ એક્ટર છે. કટરીનાએ આ વાતનો ખુલાસો ‘કોફી વિથ કરણ’ ફિલ્મમાં કર્યો હતો.
કરણ જોહર ‘કોફી વિથ કરણ’ની છઠ્ઠી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. કરણ જોહરે કેટરીનાને તેમની એ સીઝનમાં પૂછ્યું કે તેના મતે શાહરૂખ, આમિર અને સલમાન ખાનમાંથી કોણ સારો એક્ટર છે? તેના જવાબમાં કેટરીનાએ જરા પણ રાહ જોયા વગર સલમાન ખાનનું નામ આપ્યું હતુ.
તેણે કહ્યું કે, “મને નથી ખબર લોકોએ સલમાનનાં આટલા લાંબા કેરિયરને સમજ્યું છે કે નહી, અથવા તેમને સમજવાની તક પણ મળી છે કે કેમ; પરંતુ મારી અંદર કંઇક છે જેને લાગે છે કે સલમાન જ સૌથી સારો એક્ટર છે.”
સલમાન ખાન અને કેટરીના કૈફની જોડીનાં ફેન્સ પણ આ બંનેને એક સાથે જોવા માટે તલપાપડ થતા હોય છે. આૅન સ્ક્રીન જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ સલમાન અને કેટરીના એકબીજાની ઘણા નજીક છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY