આરજેડી ધારાસભ્યએ આતંકી મસૂદ અઝહરને સાહેબ કહી સંબોધન કર્યુ

0
36

કિશનગંજ,તા.૩૧
બિહારમાં જામી રહેલા લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે લાલુ પ્રસાદની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીના ધારાસભ્યે પાર્ટીની આબરુના ધજાગરા કર્યા છે.
કિશનગંજમાં એક રેલીને સંબોધિત કરતી વખતે લાલુની પાર્ટીના ધારાસભ્ય હાજી સુભાને પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી મસૂદ અઝહરને સાહેબ કહીને સંબોધન કર્યુ હતુ.તે સમજે તેજસ્વી યાદવ પણ મંચ પર હાજર હતા.
હાજી સુભાને કહ્યું હતુ કે,મસૂદ અઝહર સાહેબને આતંકવાદી જાહેર નહી કરવા માટે ચીને વીટો વાપર્યો હતો પણ પીએમ મોદીએ ચીન સામે એક પણ શબ્દ વિરોધનો ઉચ્ચાર્યો નથી.દર વર્ષે ૫૦૦૦૦ કરોડ રુપિયા ચીન ભારતમાંથી ખેંચી જાય છે તેની સામે ભાજપ કશું બોલતુ નથી.
પીએમ મોદી ચીન સામે નહી બોલે.તે પાકિસ્તાન સામે બોલે છે.જેમાં કોઈ દમ નથી.પાકિસ્તાન ભારત સામે કશું નથી.પાકિસ્તાનને ખતમ કરવામાં એક કલાકનો સમય લાગે તેમ નથી પણ આપણે વારંવાર પાકિસ્તાનની વાત કરીએ છે.જે ચીન આપણા વિરોધમાં છે તેની વાત ભાજપ નથી કરતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY