સારા અલી ખાને વિક્કી કૌશલ સાથે કામ કરવાનો નનૈયો ભણ્યો

0
5

મુંબઈ,તા.૧૨
સારા અલી ખાન હાલ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સારાની લોકપ્રિયતા જાતા તેની પાસે પ્રોજેક્ટની ભરમાર છે. પણ હવે ફિલ્મો પસંદ કરતી વખતે સારા ખુબજ વિચાર્યાબાદ નિર્ણય લેવા માંગે છે.
સારાને હાલમાં વિક્કી કૌશલ સાથે એક ફિલ્મ માટે એપ્રોચ કરવામાં આવી હતી, પણ આ અભિનેત્રીએ સ્પષ્ટ પણે ફિલ્મ ન કરવાની વાત કરી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર વિક્કી કૌશલ સ્ટારર શહીદ ઉધમ સિંહની બાયોપિક માટે મેકર્સે સારા અલી ખાનનો સંપર્ક કર્યો હતો.
સારાએ આ ફિલ્મ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સારા હવે ઇચ્છે છે કે ભલે થોડી ફિલ્મો કરે પણ દમદાર રોલ હોય તેવી ફિલ્મો જ કરે. સારા ફિલ્મોમાં વધારે ક્રિએટિલ સ્પેસ ઇચ્છી રહી છે અને તેમાં કઈ ખોટુ પણ નથી. ઉધમ સિંહ ફિલ્મમાં સારાને પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો ન મળત આથી જ સારાએ આ ફિલ્મ કરવાની ના પાડી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY