કોલકાત્તા,તા.૩
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં હજી સમય છે. પરંતુ દિલ્હીથી સત્તાની ખુરશીમાં બેસવા અલગ-અલગ પાર્ટીઓના નેતાઓની નજર મંડરાયેલી છે. વર્તમાન કેન્દ્ર સરકારની વિરુદ્ધ મહાગઠબંધન બનાવવાની કવાયત ચાલી રહી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ બિન કોંગ્રેસ, બિન ભાજપ ગઠબંધનની સંભાવનાઓને જમીન પર ઉતારવાની કવાયતમાં જાડાયા છે.
આ દરમ્યાન પશ્ચિમ બંગાળમાં ૨૦૦૦થી વધારે મુસ્લિમ કાર્યકર્તાઓએ ટીએમસીનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. રાજકીય રીતે જાવામાં આવે તો મમતા બેનર્જી માટે ખતરાની ઘંટી સમાન છે.
ટીએમસી પાર્ટીથી રાજીનામુ આપનારા મુસ્લિમ કાર્યકરનુ કહેવુ છે કે મમતા બેનર્જી સરકાર ભાજપને ડર બતાવીને ચૂંટણી અભિયાનનુ ધ્રુવીકરણ કરી રહી છે. વર્તમાન પશ્ચિમ બંગાળ સરકાર મુસલમાનોના હિતની વાત તો કરે છે, પરંતુ હકીકત એ છે કે જમીન પર સચ્ચર કમિટીને લાગુ કરવાની દિશામાં કોઈ પગલુ ઉઠાવ્યુ નથી. આ સાથે જ ૧૦ હજાર મદરસાઓને રાજકીય માન્યતા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વાત અલગ છે કે જમીન પર મુસલમાનો માટે કશુ દેખાતુ નથી.
કાર્યકર્તાઓનુ કહેવુ છે કે હાલમાં દુર્ગા પંડાલો માટે જે પ્રકારથી ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી, તેનાથી સ્પષ્ટ છે કે મમતા બેનર્જી સરકાર જાતે સાંપ્રદાયિક રાજનીતિમાં ભરોસો રાખે છે. જાણકારોનું કહેવુ છે કે જમીની સ્તરના મુસ્લિમ કાર્યકર્તાઓને ટીએમસી છોડવાથી પાર્ટીના મોરલ પર અસર પડશે, તો કોંગ્રેસ આ વાતથી ખુશ છે કે મોડા-મોડા પણ મુસ્લિમ સમાજનો ઝુકાવ હવે તેમની તરફ વધી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



