મુંબઈ-ઇસ્લામાબાદ,તા.૧૬
પાકિસ્તાન ફિલ્મ સેન્સર બોર્ડના વડા ડેન્યાલ ગિલાણીએ કહ્યુ હતું કે પાકિસ્તાન ફિલ્મ સેન્સર બોર્ડે બોલિવૂડની ધી એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મને હરી ઝંડી દેખાડી હતી.
અનુપમ ખેરને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ તરીકે રજૂ કરતી આ ફિલ્મ બે દિવસ બાદ ૧૮ જાન્યુઆરી શુક્રવારે પાકિસ્તાનમાં રજૂ થવાની છે.
ભારતમાં જા કે આ ફિલ્મને ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. એને પ્રચારલક્ષી ફિલ્મ ગણાવી દેવામાં આવી છે. બોક્સ આૅફિસ પર ફિલ્મ સારો બિઝનેસ કરી શકી નથી. આમ છતાં ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ થવાની છે એ મુદ્દે ફિલ્મના નિર્માતા જયંતીલાલ ગડાએે આનંદ વ્યક્ત કર્યો હતો. ગડાએ એવો દાવો કર્યો હતો કે મેં ઇમરાન ખાનને મહાન ક્રિકેટર તરીકે જાયો હતો. હવે એ પાકિસ્તાનમાં વડા પ્રધાન છે એ હકીકતને પણ હું બિરદાવું છું.
ગિલાણીએ મિડિયાને કહ્યુ હતું કે અમે જરાક અમથા ફેરફારો કરાવ્યા છે ખરા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




