મુંબઈ,તા.૫
અભિનેત્રી કૃતિ સનોને કહ્યુ હતું કે સફળતા નિષ્ફળતાથી હું પ્રભાવિત થતી નથી કારણ કે સફળતા કે નિષ્ફળતા કદી કાયમી હોતા નથી. ‘એકાદી ફિલ્મ હિટ થાય તો બીજી ફિલ્મ સાવ જુદાં કારણોસર ફ્લોપ નીવડે એવું બને. પરંતુ એ પ્રક્રિયા કાયમી હોતી નથી. સફળતા કહો કે નિષ્ફળતા કહો, એ તો પસાર થઇ રહેલો સમય હોય છે. એક પણ બાબત કાયમ ટકતી નથી એટલે હું વ્યક્તિગત રીતે આવી બાબતોથી બહુ પ્રભાવિત થતી નથી’ એમ કૃતિએ કહ્યુ હતું.
૨૦૧૪માં અભિનેત્રી બન્યા પહેલાં કૃતિ મોડેલિંગ કરતી હતી. ૨૦૧૪માં હીરોપંતી ફિલ્મથી એ અભિનેત્રી બની હતી. ત્યારબાદ એણે પાછું વાળીને જાયું નથી. એણે શાહરુખ ખાનવાળી ફિલ્મ દિલવાલે કરી, તેમ સુશાંત સિંઘ રાજપૂત સાથે ફ્લોપ નીવડેલી રાબતા પણ કરી. એ પછીની એની ફિલ્મ બરેલી કી બરફી હિટ નીવડી. હવે એ ફરી એકવાર નીતિશ તિવારીની ફિલ્મમાં સુશાંત સિંઘ રાજપૂત સાથે ચમકવાની છે. એણે કહ્યું કે જીવનના દરેક ક્ષેત્રમાં અસલામતી અને સ્પર્ધા તો રહેવાના. એ જ રીતે સફળતા નિષ્ફળતાની આવજા પણ રહેવાની. એથી અપસેટ થવાની જરૃર હોતી નથી એમ હું અંગત રીતે માનું છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





