બ્લેક મેઇલ કરી ભાભી ઉપર બળાત્કાર ગુજારનાર દિયરને આજીવન કેદની સજા

0
183

ભરૂચ,
ભરૂચમાં ભૂતકાળના પ્રેમ સંબંધોને લઇ બ્લેક મેઇલ કરી ભાભી ઉપર જ બળાત્કાર ગુજારનાર દિયરને ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે.
બળાત્કારના ચક્રચારી કેસમાં સરકારી વકિલ રૂગેશ દેસાઇ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઉસ્માનગની ઉર્ફે નિઝામુદ્દીન પટેલની ભાભીના લગ્ન પહેલા તેની સાથે પ્રેમ સંબંધ હતા. લગ્ન પછી જ્યારે તેનો ભાઇ બહાર ગયો હોય ત્યારે ઉસ્માનગની તેની ભાભીને પાછલા પ્રેમ સંબંધો જાહેર કરવાની ધમકી આપી તેના ઉપર અવાર નવાર બળાત્કાર ગુજારતો હતો. આખરે તેના અત્યાચારથી થાકીને તેની ભાભીએ બી-ડિવિઝન પોલીસ મથકે બળાત્કાર અંગેની ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે બી-ડિવિઝન પોલીસે ઉસ્માનગીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ ભરૂચના અધિક સત્રના ન્યાયાધીશ જી.એમ.પટેલની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ રૂગેશ દેસાઇની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઇ કોર્ટ ઉસ્માનગનીને સજાનો હુકમ ફરમાવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY