બેંગ્લુરુ,તા.૧૦
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની જ્યોતિષ પ્રત્યેના વિશ્વાસ કોઈનાથી અજાણ્યો નથી. કુમારસ્વામીએ અને તેમના ભાઈ એચડી રેવન્નાના મૂહુર્તને લઈને વિશ્વાસના કિસ્સાઓ રાજનૈતિક ગલિયારાઓમાં ચર્ચાતા રહે છે. જેના કારણે સરકારી કામકાજ અને બેઠકો આ પ્રકારના કારણોથી પ્રભાવિત થાય છે.
આવુ જ કંઈક ગઈ કાલે મંગળવારે જાવા મળ્યું. જ્યોતિષની સલાહ પર કુમારસ્વામી બપોર સુધી ઘરમાં જ ભરાઈ રહ્યાં. તેમણે બપોર સુધી ઘરમાંથી બહાર નિકળવાનો જ ઈનકાર કરી દીધો. મુખ્યમંત્રીની આ માન્યતાના કારણે ઘણા બધા મહત્વના કામકાજ પણ લટકી પડ્યાં હતાં.
ગઈ કાલે મંગળવારે બપોર સુધી અમાસ હતી. જેના કારણે જ્યોતિષે કુમારસ્વામીને સલાહ આપી હતી કે તેઓ બપોર સુધી ઘરની બહાર ના નીકળે. જાકે કુમારસ્વામીના આ નિર્ણયનો બચાવ કરતા પાર્ટીના એક સૂત્રએ કહ્યું હતું કે, આ કોઈ નવી વાત નથી. મુખ્યમંત્રી અને તેમનો પરિવાર દર અમાસે વિશેષ પૂજા કરે છે. સોમવારે મહાવલયા અમાસ હતી, તો તેમણે મંગળવારે તેની પૂજા કરી યોજી હતી. માટે તેઓ બપોર સુધી ઘરની બહાર નહોતા નિકળ્યાં.
જાકે, મુખ્યમંત્રી ઓફિસના સ્ટાફે દાવો કર્યો છે કે, કુમારસ્વામીએ પોતાના કાર્યક્રમો એટલા માટે સ્થગિત કરી દીધા હતાં કેમ કે, તેઓ રામનગર વિસ્તારમાં પેટાચૂંટને ધ્યાનમાં રાખી ઉમેદવારોના નામોની ચર્ચા કરી રહ્યાં હતાં. તેમના મોડિયા કોઓર્ડિનેટર એચબી દિનેશે જણાવ્યું હતું કે, જ્યોતિષના કારણે તેમણે આમ કર્યું હોવાની વાત માત્ર અફવા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






