મને મણીકર્ણિકાનુ મહેનતાણું હજુ મળ્યું નથી : જર્મન અભિનેતા

0
8

મુંબઈ,તા.૨૨
જર્મન અભિનેતા એન્ડી ફોન આઇખે સોશ્યલ મિડિયા પર એવી રાવ કરી હતી કે મેં ફિલ્મ મણીકર્ણિકામાં ભજવેલા મારા પાત્રનું મહેનતાણું મને હજુ પૂરેપૂરું મળ્યું નથી.
આ અભિનેતાએ ફિલ્મમાં બ્રિટિશ અધિકારીનો રોલ કર્યો છે. મણીકર્ણિકા ધ ક્વીન આૅફ ઝાંસીમાં ૧૮૫૭ના બળવાની અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની વીરતાની કથા છે. કંગના રનૌતે મુખ્ય રોલ કરવા ઉપરાંત આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ સપ્તાહના આરંભે ફિલ્મનું ટ્રેલર રજૂ થયું ત્યારે એન્ડીથી રહેવાયું નહીં.
એન્ડીએ ટ્‌વીટર પર એવી રાવ કરી હતી કે આજે મણીકર્ણિકાનું ટ્રેલર તો રજૂ થઇ ગયું. ‘ટ્રેલર તો રિલિઝ થઇ ઘયું પરંતુ મારા જેવા કલાકારોના મહેનતાણાં હજુ ચૂકવાયાં નથી. એ ક્યારે ચૂકવાશે ?…’
અત્રે એ યાદ રહે કે વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝ ફેડરેશને પણ ગયા મહિને એવી રાવ કરી હતી કે મણીકર્ણિકા સાથે સંકળાયેલા કલાકારોના મહેનતાણાંની રકમ હજુ ચૂકવાઇ નથી. એ સમયે કંગનાએ એવો દાવો કર્યો હતે કે એક્કે એક કર્મચારીના પૈસા પૂરેપૂરા ચૂકવાઇ નહીં જાય ત્યાં સુધી હું ફિલ્મનું પ્રમોશન કરવા નહીં જાઉં એ મારી ખાતરી યાદ રાખજો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY