પૂર્વ કચ્છના ગાંધીધામ માં અલગ અલગ વિસ્તારોમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડતી આર.આર.સેલ

0
152

પોલીસ મહાનિરીક્ષક પીયુષ પટેલ ની સુચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ રબારી ના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશ ભટ્ટી પ્રાઇવેટ વાહન થી ગાંધીધામ વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારના કેશો શોધવામાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા કાર્ગો ઝૂંપડપટ્ટી પાછળના વિસ્તાર પાછળ શાંતિલાલ ના ગોદામ પાસે બાવળોની ઝાડીમાં (૧) ધારશી ઓખા દેવીપુજક રહે ખોડીયાર નગર (૨) ઈલિયાસ સીધીક રહે કારગૉ ઝુપડપટ્ટી (૩) બશીર સીધીક કોરેજ રહે ખારીરોહર ગાંધીધામ ના વાળાઓ ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની હકીકત મળતા તે જગ્યાએ દેશી દારુ બનાવવાનો આથો લીટર ૨૬૦૦ બેરલ નંગ.૧૩ કિંમત રૂ.૫૨૦૦/- નો મળી આવેલ હોય આરોપીઓ હાજર મળી આવેલ ન હોય ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં કાયદેસરની કાર્યવાહી ફરિયાદ આપેલ છે તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરા નગર ગાંધીધામ ખાતર ખાતે નિતાબેન રાજુ ભાઈ મકવાણા દેશીદારૂની ભઠ્ઠી ચલાવે છે જેવી બાતમી મળતા રેડ દરમિયાન ૨૦૦ લીટર આથા ભરેલ બેરલ નંગ.૧૪ અને ૨૮૦૦ લીટર આથો મળી આવેલ જે ની કિંમત રૂ.૫૬૦૦/- તથા તૈયાર દેશી દારૂ લીટર ૪૦ જેની કિંમત રૂ.૮૦૦/- તથા ભઠ્ઠીના સાધનો એમ બન્ને રેઇડ દરમિયાન કુલ કિંમત રૂ.૧૧,૬૦૦/- મુદ્દામાલ કબજે કરાયો છે તેમજ આરોપી નાસી ગયેલ હોઈ અલગ અલગ જગ્યાએ રેઇડ કરાઈ હતી આરોપીઓને પકડવા કાયદેસરની કાર્યવાહી કરવા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચલાવી રહી છે

રિપોર્ટ :બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY