સૌથી સુરક્ષિત બ્રાઝિલ જેલમાંથી ૯૨ કેદીઓ ફરાર,હુમલામાં પોલીસકર્મીનું મોત

0
13

સાઓ પાંલો,તા.૧૧
પૂર્વ બ્રાઝીલમાં સૌથી વધારે સુરક્ષા ધરાવતી જેલના મુખ્ય દરવાજાને અજાણ્યા બંદુકધારી શખ્સોએ વિસ્ફોટથી ઉડાડી તેમાંથી ૯૨ કેદીઓ ફરાર થઇ ગયા હતા. આ હુમલામાં એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું. જેલના અધિકારીના જણાવ્યા પ્રમાણે ૨૦ હુમલાખોર લોકો ૪ ગાડી લઈને આવ્યા હતા.
સત્તાવાર આંકડા અનુસાર, બ્રાઝિલમાં વિશ્વની ત્રીજા નંબરની સૌથી વધુ જેલની વસ્તી છે, જૂન ૨૦૧૬ સુધીમાં ૭,૨૬,૭૧૨ કેદીઓ બ્રાઝીલની જેલમાં હતા.
હાલ ફરાર ૯૨ કેદીઓને શોધવા માટે ૧૦૦ પણ પણ વધારે પોલીસ સામે લાગી ગઈ છે.બ્રાઝીલ દેશની બે સૌથી મોટી ગેંગ વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ઘણી હિંસા અને કેટલીકવાર ક્રૂરતા જેલમાંથી બહાર નીકળે છે. ઓક્ટોબર, વર્ષ ૨૦૧૬ માં ઉત્તરમાં બે અલગ અલગ જેલોમાં હિંસાનો ભંગ થયો ત્યારબાદ ૧૮ કેદીઓ મૃત્યુ પામ્યા હતા અને મૃતકોમાંથી કેટલાકના ગળા કપાયેલા હતા અને અન્ય લોકો જીવતા બળી ગયા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY