ઉધના પોલીસની હદમાં કાયદો વ્યવસ્થાની સ્થિત કથળી : કોંગ્રેસ

0
2

ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાનૂની પગલા ભરવા કોંગ્રેસની માગ
સુરત, તા.૨૦
ઉધના પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી જતા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે શહેર કોંગ્રેસ દ્વારા આજે ઉધના પોલીસના પીઆઈને આવેદનપત્ર આપી કાનૂની કાર્યવાહી કરો અન્યથા ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી સુરત કોંગ્રેસના હરીશ સૂર્યવંશી, અવધેશસિંગ, કોર્પોરેટર શૈલેષ રાયકા, કપીલા પટેલ, રઈશ શેખ સહિત કોંગ્રેસી અગ્રણીઅોના કાર્યકર્તાઅો દ્વારા આજે ઉધના પોલીસ સ્ટેશને પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉધના પોલીસ મથક વિસ્તારમાં માસૂમ બાળકી ઉપર બળત્કાર, બીઆરસી પ્રભુનગર સામે, હત્યા, કૈલાસનગર ખાતે ભરબપોરે યુવકની હત્યા, સ્કૂલો સામે, રોડ રોમિયો દ્વારા યુવતીઅો અને મહિલાઅોની છેડતીના ગુનાઅો ઉપરાંત દારૂ જુગારના અડ્ડાઅો ધમધમી રહ્ના છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ઉધના પીઆઈ તાત્કાલિક કાર્યવાહી કરે તે માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યુ઼ છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઉધના વિસ્તારના અસામાજિક તત્વો સામે કાર્યવાહી ન થાય તો કોંગ્રેસના કાર્યકર્તાઅો ઉના પોલીસી મથકે સામે ધરણા ઉપર બેસીને વિરોધ પ્રદર્શન યોજશે એવી ચીમકી આપવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY