તાલાલા,તા.૨૧
ગીર જંગલનાં રાજા ગણાતા સિંહો સહિતનાં જંગલી વન્ય જીવોની જિંદગી બચાવવા સાસણ (ગીર)નાં એનિમલ રેસ્કીયું સેન્ટર પર વન્ય પ્રાણ માટે એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે. વન્ય જીવોને તાકીદની સારવાર પૂરી પાડવા કમર કસી છે.
સાસણ એનિમલ રેસ્કીયું સેન્ટર ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત રેસ્ક્્યુ સેન્ટર છે. છેલ્લા નવ માસમાં સાસણ રેસ્કીયું સેન્ટરમાં ૪૪ સિંહો, ૭૫ દીપડા સહિત ૪૭ અન્ય વન્ય જીવોને રેસ્ક્્યુ કરી સારવાર પૂરી પાડવામાં આવી છે. સંકટમાં આવેલ અથવા ઇજા પામેલા વન્ય જીવોને તત્કાળ સારવાર પૂરી પાડી શકાય તે માટે સાસણ રેસ્ક્્યુ સેન્ટર પર વનવિભાગ દ્વારા વિશેષ વાઇલ્ડ એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે.
સાસણ વન્ય પ્રાણી વિભાગનાં ડીસીએફ ડો.મોહન રામે એમ્બ્યુલન્સ સેવા અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં સિંહો સહિતનાં વન્ય જીવો કોઇ આફતમાં આવે અને શારીરિક ઇજાનો ભોગ બને ત્યારે વનવિભાગની જે તે રેન્જનાં વાહનોમાં સાસણ રેસ્કીયું સેન્ટર પર વન્ય જીવોની સારવાર માટે જરૂરી સાધનો, દવા, ઉપલબ્ધ હોય વન્ય જીવને ઇજાનાં મેસેજ મળે એટલે રેસ્કીયું ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચે અને વન્ય જીવને સ્થળ પર પ્રાથમિક સારવાર પૂરી પાડી વધુ સારવારની જરૂર હોય તો સાસણ રેસ્કીયું સેન્ટર પર લઇ જવામાં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




